---Advertisement---

તહેવારોમાં કાર ખરીદનારાઓ માટે ખુશખબર! આવી રહી નવી Punch, Venue અને Thar Facelift, જુઓ સંપૂર્ણ લીસ્ટ

Published On: September 12, 2025
Follow Us
New car this festival
---Advertisement---

તહેવારોની સીઝન નજીક આવી રહી છે, અને કાર કંપનીઓ સેલ્સમાં બૂસ્ટ લેવા માટે તૈયાર થઈ ગઈ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટાટા જેવી મોટી કંપનીઓ જલ્દી જ પોતાની નવી કારો માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો જોઈએ કઈ કારો બનશે બજારમાં ધમાલ મચાવનાર.

Maruti Suzuki Victoris

મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ પોતાની નવી મિડ-સાઈઝ SUV Victoris રજૂ કરી છે. આ 5-સીટર કાર એરીના ડીલરશિપ મારફતે વેચાશે.

  • બે એન્જિન ઓપ્શન સાથે આવશે – માઈલ્ડ હાઈબ્રિડ અને સ્ટ્રોંગ હાઈબ્રિડ પેટ્રોલ
  • ભાવ ₹10 લાખથી ₹18 લાખ (એક્સ-શો રૂમ) વચ્ચે રહેવાની શક્યતા
  • ફીચર્સમાં મળશે:
    • મોટું ટચસ્ક્રીન
    • ડિજિટલ ક્લસ્ટર
    • 6 એરબેગ
    • પેનોરામિક સનરૂફ
    • વેન્ટિલેટેડ સીટ્સ
    • પાવરડ ડ્રાઈવર સીટ અને અન્ય ઘણી સુવિધાઓ

આ SUV સીધી ટક્કર આપશે Hyundai Creta, Kia Seltos, Toyota Hyryder, Volkswagen Taigun, Skoda Kushaq અને Honda Elevateને.

New Hyundai Venue

હ્યુન્ડાઈ જલ્દી જ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Venueની થર્ડ જનરેશન લાવી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન કારને ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે.

  • નવી સ્ટાઈલિંગ સાથે એક્સટિરિયર અપડેટ
  • પેનોરામિક સનરૂફ અને Level-2 ADAS જેવી પ્રીમિયમ સુવિધાઓની શક્યતા
  • એન્જિન ઓપ્શન એ જ રહેશે:
    • 1.2L પેટ્રોલ
    • 1.0L ટર્બો પેટ્રોલ
    • 1.5L ડીઝલ

3-Door Mahindra Thar Facelift

લોકપ્રિય થાર હવે ફેસલિફ્ટ વર્ઝન સાથે આવશે.

  • ડિઝાઇન થાર રૉક્સથી ઈન્સ્પાયર્ડ
  • મિડ-લાઈફ રિફ્રેશ છતાં લેડર-ફ્રેમ ચેસિસ યથાવત
  • એન્જિન ઓપ્શન બદલાશે નહીં:
    • 1.5L ડીઝલ
    • 2.0L પેટ્રોલ
    • 2.2L ડીઝલ

Tata Punch Facelift

2021માં લોન્ચ થયેલી ટાટાની માઈક્રો SUV Punch હવે ફેસલિફ્ટ વર્ઝનમાં આવશે.

  • નવો લુક Punch EVથી ઈન્સ્પાયર્ડ રહેશે
  • ઈન્ટિરિયર માં નવા ફીચર્સ અને કેબિન અપડેટ
  • હાલના મોડલની સરખામણીએ વધુ મોડર્ન ફીલ આપશે

Nayan Patel

હું એક કન્ટેન્ટ રાઇટર છું, હું ઓટો મોબાઇલ ક્ષેત્ર સંબંધિત વિષયો પર લખવાનો 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવું છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Exit mobile version