તહેવારોની સીઝન નજીક આવી રહી છે, અને કાર કંપનીઓ સેલ્સમાં બૂસ્ટ લેવા માટે તૈયાર થઈ ગઈ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટાટા જેવી મોટી કંપનીઓ જલ્દી જ પોતાની નવી કારો માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો જોઈએ કઈ કારો બનશે બજારમાં ધમાલ મચાવનાર.
Maruti Suzuki Victoris
મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ પોતાની નવી મિડ-સાઈઝ SUV Victoris રજૂ કરી છે. આ 5-સીટર કાર એરીના ડીલરશિપ મારફતે વેચાશે.
- બે એન્જિન ઓપ્શન સાથે આવશે – માઈલ્ડ હાઈબ્રિડ અને સ્ટ્રોંગ હાઈબ્રિડ પેટ્રોલ
- ભાવ ₹10 લાખથી ₹18 લાખ (એક્સ-શો રૂમ) વચ્ચે રહેવાની શક્યતા
- ફીચર્સમાં મળશે:
- મોટું ટચસ્ક્રીન
- ડિજિટલ ક્લસ્ટર
- 6 એરબેગ
- પેનોરામિક સનરૂફ
- વેન્ટિલેટેડ સીટ્સ
- પાવરડ ડ્રાઈવર સીટ અને અન્ય ઘણી સુવિધાઓ
આ SUV સીધી ટક્કર આપશે Hyundai Creta, Kia Seltos, Toyota Hyryder, Volkswagen Taigun, Skoda Kushaq અને Honda Elevateને.
New Hyundai Venue
હ્યુન્ડાઈ જલ્દી જ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Venueની થર્ડ જનરેશન લાવી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન કારને ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે.
- નવી સ્ટાઈલિંગ સાથે એક્સટિરિયર અપડેટ
- પેનોરામિક સનરૂફ અને Level-2 ADAS જેવી પ્રીમિયમ સુવિધાઓની શક્યતા
- એન્જિન ઓપ્શન એ જ રહેશે:
- 1.2L પેટ્રોલ
- 1.0L ટર્બો પેટ્રોલ
- 1.5L ડીઝલ
3-Door Mahindra Thar Facelift
લોકપ્રિય થાર હવે ફેસલિફ્ટ વર્ઝન સાથે આવશે.
- ડિઝાઇન થાર રૉક્સથી ઈન્સ્પાયર્ડ
- મિડ-લાઈફ રિફ્રેશ છતાં લેડર-ફ્રેમ ચેસિસ યથાવત
- એન્જિન ઓપ્શન બદલાશે નહીં:
- 1.5L ડીઝલ
- 2.0L પેટ્રોલ
- 2.2L ડીઝલ
Tata Punch Facelift
2021માં લોન્ચ થયેલી ટાટાની માઈક્રો SUV Punch હવે ફેસલિફ્ટ વર્ઝનમાં આવશે.
- નવો લુક Punch EVથી ઈન્સ્પાયર્ડ રહેશે
- ઈન્ટિરિયર માં નવા ફીચર્સ અને કેબિન અપડેટ
- હાલના મોડલની સરખામણીએ વધુ મોડર્ન ફીલ આપશે










