સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! દિવાળી પહેલા એક-બે નહીં એક સાથે મળશે ૩-૩ સારા સમાચાર ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળી શકે છે.. 

સૌથી મહત્વની ભેટ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે, અને બીજી તેમજ ત્રીજી ભેટ આઠમાં પગાર પંચની રચના અને દિવાળી બોનસની છે.

7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી. હવે, 10 વર્ષ પૂર્ણ થવાના છે, અને નવા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી, 2026થી થવો જોઈએ.

8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવું કમિશન ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરી શકે છે, જેના કારણે મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થશે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળશે.

કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2025થી 55% DA મળી રહ્યો છે. હવે, જુલાઈ-ડિસેમ્બર 2025 માટેના બીજા હપ્તાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. AICPIના ડેટા અનુસાર, જુલાઈ મહિનાનો DA 58% સુધી પહોંચી શકે છે.

સરકાર દિવાળી પહેલા 3% DA વધારાની જાહેરાત કરી શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓનો DA 55% થી વધીને 58% થઇ શકે છે

આ વર્ષે પણ દિવાળી પહેલા બોનસની જાહેરાત થઈ શકે છે. 30 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને સીધો રોકડ લાભ મળશે.

સપ્ટેમ્બર મહિનો પુરો થવાને આડે હવે માત્ર પાંચ દિવસ રહ્યા છે.. અને તે પછી આવનારા મહિના એટલે કે ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળી શકે છે